અમદાવાદ મનપાના અર્બન કોમ્યુનિટી ડેવલોપમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર તરીકે ફરજ બજાવતા મીનાબેન પટેલ સાથી કર્મચારીઓ સાથે નવરંગપુરા આશ્રમરોડ ઇન્કમટેક્સ બ્રિજની નીચે ઘરવિહોણા લોકોનું નિરીક્ષણ કરી રહ્યા હતા. તે સમયે ફૂટપાથ ઉપર કપડાં ધોતી મહિલાને દબાણ દૂર કરવાનું કહેતા ઝઘડો કર્યો હતો. અને છૂટો પથ્થર મારતા મીનાબેનના માથાના ભાગે ઈજા પહોંચી હતી. ફરિયાદના આધારે નવરંગપુરા પોલીસે આરોપી રાજુલાબેન ચૌહાણ વિરુદ્ધ આઇપિસી 332, 186 ,294 બી હેઠળ ગુનો નોધિ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.