ભારતીય રેલવે દ્વારા આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતાં સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય અને સર્વસુલભ બનાવવા માટે વન સ્ટેશન-વન પ્રોડક્ટ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ અમદાવાદ ડિવિઝનના 15 સ્ટેશનો જેમાં અમદાવાદ, મહેસાણા, પાલનપુર, અસારવા, કલોલ, ગાંધીધામ, ભુજ, ગાંધીનગર, હિંમતનગર, પાટણ, વિરમગામ, સાબરમતી, મણિનગર, ચાંદલોડિયા અને સામાખિયાળી સ્ટેશનનો ‘વન સ્ટેશન-વન પ્રોડક્ટ’ (OSOP) સ્ટોલ્સ પર ઉત્પાદનોના વેચાણ માટે રસ ધરાવતી વ્યક્તિઓ, સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.