પોરબંદરમાં એક એવી જગ્યા આવેલી છે, જ્યાં કૃષ્ણની હાજરીના પુરાવા આજેય મોજુદ છે. પોરબંદરની આ જગ્યા જાંબુવતીની ગુફા તરીકે ઓળખાય છે. આમ તો જાંબુવતીની ગુફા અહીં બનતા શિવલિંગ માટે જાણીતી છે. જાંબુવતીની ગુફામાં અમરનાથની જેમ જ સ્વયં શિવલિંગ સર્જાય છે. એ પણ એક કે બે નહીં સેંકડો. ગુફાની છતમાંથી ટપકતાં પાણીને પગલે અહીં જમીન પર શિવલિંગ રચાય છે.