શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર ટેક્સી અને ઓટોરિક્ષાઓને પાર્કિંગ એક કિલોમીટર દુર અપાતાં ટેક્સી ચાલકોએ ભારે વિરોધ કર્યો છે. અને હડતાળ પર ઉતરી ગયા હતા. એટલે ટેક્સીની પ્રિ-પેઈડ સેવા ખોરવાઈ ગઈ હતી. ટેક્સીચાલકો એરપોર્ટ ટર્મિનલની નજીક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જ્યારે એરપોર્ટ ઓથોરિટી પોતાના નિર્ણયમાં મક્કમ છે. એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિક વધી રહ્યો છે. પ્રવાસીઓને લેવા અને મુકવા માટે ખાનગી વાહનો પણ મોટી સંખ્યામાં આવતા હોવાથી તમામ વાહનોની ટર્મિનલની નજીક પાર્કિંગની વ્યવસ્થા કરવી શક્ય નથી