અમદાવાદ મહાનગરપાલિકાનો નવતર પ્રયોગ સામે આવ્યો છે. કોકાકોલા કંપની સાથે મળીને AMCએ પ્લાસ્ટિકના બાંકડા તૈયાર કર્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળવા આવેલ લોકોએ ફેંકેલા પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને આ બાંકડા બનાવવામાં આવ્યા છે. 500 કિલો જેટલા પ્લાસ્ટિકના કપ અને પ્લાસ્ટિકની બોટલ પ્રેક્ષકોએ ઉપયોગ કરી ફેંકી હતી. સાથે સફાઈ કર્મચારીઓ માટે રિફ્લેક્ટેડ જેકેટ પણ તેમાંથી બનાવવામાં આવ્યા છે