ભારતમાં કોવિડ-19ના નવા JN.1 વેરિઅન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર પાઠવીને દેશમાં કોવિડની સ્થિતિ પર સતત સતર્કતાની સ્થિતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સુસંગત અને સહયોગી કામગીરીઓને કારણે સુરક્ષિત છીએ." રાજ્યોને કોવિડ -19 માટે સુધારેલી સર્વેલન્સ વ્યૂહરચના માટે વિગતવાર ઓપરેશનલ માર્ગદર્શિકાઓનું અસરકારક પાલન સુનિશ્ચિત કરવાંનુ રહેશે.આ પ્રકારનો પહેલો કિસ્સો ભારતના કેરળ રાજ્યમાં સામે આવ્યો છે