એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ગુજરાત પ્રવાસન નિગમ અને એડવેન્ચર ટૂર ઓપરેટ્સ એસોશિયેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલી 15મી વાર્ષિક સભામાં પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની હાજરીમાં રાજ્યના પ્રવાસન ક્ષેત્રોના વિકાસ અને આનંદ પ્રમોદમાં વૃધ્ધિ માટેના પાંચ મળીને કુલ દસ સમજુતી કરારો કરવામાં આવ્યા હતા. કુલ રૂ.770 કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે.