કચ્છમાં વધતી જતી ખનીજ ચોરી સામે તંત્રની ઢીલાશને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે કચ્છના મુદ્રામાં ખનીજ ચોરીની ફરિયાદો સતત વધી રહી છે. દોઢ માસ પૂર્વે ખનીજ ચોરી સામે લડત ચલાવનાર પત્રી ગામના આગેવાન પૃથ્વીરાજસિહની હત્યા થઇ હતી ત્યારે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ના બને તે માટે લોકો ખનીજ ચોરી અટકાવવા માંગ કરી રહ્યા છે. ખનીજ ચોરી સદંતર બંધ થાય તે માટે સામાજિક અને રાજકીય આગેવાનોએ મુન્દ્રા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી