મુખ્ય મંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા ફ્લેટ ભાડે આપી શકાય નહી. જેથી ફ્લેટ ભાડે આપનાર ફ્લેટ માલિક સામે કાર્યવાહી કરવામાં આવી છે. વલસાડ શહેરના તિથલ રોડ ઉપર આવેલ સરદાર હાઇટ્સ ખાતે કેટલાક ફ્લેટ ધારકો દ્વારા ગેરકાયદેસર રીતે ફ્લેટ ભાડે આપવામાં આવી રહ્યા હોવાની બાતમી મળી હતી. જે આધારે SOGની ટીમના નેતૃત્વમાં LCB અને સીટી પોલીસની ટીમે સરદાર હાઇટ્સ ખાતે આકસ્મિત ચેકીંગ કર્યું હતું.