નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાની જનતા ને પાણી પહોંચી વળે એ માટે 6 MLT નો ફિલ્ટર પ્લાન્ટ 2011 માં 13 કરોડ ના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ ફિલ્ટર પ્લાન્ટ કેટલાક કારણોસર બંધ કરવો પડ્યો હતો. ત્યારે હવે બંધ પ્લાન્ટ ને ફરી રીનોવેશન કરી નવો સંપ બનાવી ફિલ્ટર વાળું શુદ્ધ પાણી વિતરણ કરાતા નગરજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.