કોરોનાનો નવો વેરિયન્ટ જેએન-1 ધીમા પગલે ગુજરાતમાં પ્રવેશી રહ્યો છે.ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાના કોઇ કેસ ધ્યાને આવ્યા નથી જોકે નવા વેરિઅન્ટને લઇ ગાંધી હોસ્પિટલમાં તમામ તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે.ઓક્સિજન પ્લાન્ટના મેઇન્ટેનેન્સ માટેની કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે.સાથે જ આઇસોલેશન વોર્ડ શરૂ કરીને બેડ વધારી શકાય તેવી તૈયારીઓ પણ કરવામાં આવી છે.