અમદાવાદ શહેરમાં ટાગોર હોલ ખાતે અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિકની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં વધી રહેલા ગુનાખોરીનો આંક કાબુમાં લેવા માટે તેમણે પોલીસને આદેશ કર્યો હતો. . તેમણે આ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અમદાવાદમાં ચોરીની ઘટનાઓ વધી છે અને સાયબર ક્રાઈમની ઘટનાઓ પણ વધુ પ્રમાણમાં નોંધાઈ રહી છે. અન્ય ક્રાઈમની વાત કરીએ તો શહેરમાં ક્રાઈમ કાબુમાં છે.