ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં વેરો નહીં ભરનારા 70 હજાર મિલકતધારકોમાં સરકારી મિલકતોનો પણ સમાવેશ થાય છે. કોર્પોરેશન દ્વારા હાલ કોમર્શિયલ મિલકતો પાસેથી વેરા વસૂલાત માટે આકરી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે બાકીદારોને અગાઉ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ વેરો નહીં ભરનારા મિલકતધારકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.