વલસાડના ઉમરગામના સરીગામ GIDC પાસે કરંજગામમાં આવેલી એક કેમિકલ કંપની દ્વારા કેમિકલ વેસ્ટનું પાણી કોઈપણ પ્રોસેસ કર્યા વગર ભૂગર્ભમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેને લઈને સ્થાનિક લોકોના બોરિંગોમાં લાલ પાણી આવતા કરંજ ગામના સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિકોએ વારંવાર GPCB સરીગામની લેખિત ફરિયદ કરી હતી. ભૂગર્ભનું પાણી હજુ લાલ આવતા સ્થાનિક લોકોએ વલસાડ જિલ્લા કલેકટરને કંપની સંચાલકોએ ભૂગર્ભ પાણી પ્રદુષિત કર્યું હોવાની રજુઆત કરી હતી.