અંકલેશ્વરના પરમભૂમિ પાર્ટીપ્લોટ ખાતે શનિવારે આયોજીત રીસેપ્શનમાં ભોજન આરોગ્યાં બાદ 300 થી વધારે લોકોને ફૂડ પોઇઝનિંગ થતાં તેઓ અલગ અલગ શહેરોની હોસ્પિટલમાં સારવાર લઇ રહયાં છે. ભોજનમાં પીરસાયેલાં પનીર ચિલ્લી અને અંગુર રબડીના કારણે ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું દર્દીઓએ જણાવ્યું હતું.