નાંદોદના જુનાગઢ તરીકે ગણાતા જુનરાજએ રાજ્ધાની હતી, જ્યા વર્સો પહેલા આદિવાસી ભિલ રાજાનુ શાસન હતુ, બાદ મા પરમાર રજાઓનુ રાજ આવ્યુ અને ઇ.સ. 1240મા ગોહિલ વંસના રાજાનુ રાજ આવ્યુ જેમણે આ મંદિર બનાવ્યું, સમય જતા બધુ જર્જરિત થઇ ગયુ પરંતુ બાદમા કરજણ ડેમ બનવવામા આવ્યો, જેના જળાશયમા મા આખો વિસ્તાર અને ગામ ડુબી ગયુ જેથી ગ્રામજનોને ઉચઇ વાળા વિસ્તાર પર વસાવવામાં આવ્યા, પરંતુ આ ઐતિહાસિક શીવ મંદીર જે તે સ્થાન પર જ રાખવામા આવ્યુ, જે ભક્તો મા આસ્થનુ કેંન્દ્ર બની ગયુ, આ શીવ મંદીર ચાર મહીના જળસમાધિમાં રહે છે, અને છ મહિના બહાર રહે છે, મેં મહિનામાં આ મંદિર આખુ બહાર આવે છે.