અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા ૧૧મા ફલાવરશોનો આવતીકાલે 30 ડિસેમ્બરે રાજયના મુખ્યમંત્રી દ્વારા આરંભ કરાવાશે.આ વર્ષે ફલાવરશોના મુલાકાતીઓ માટે મોઢેરા સુર્યમંદિર તથા નવા સંસદભવન સહિતની પ્રતિકૃતિ આકર્ષણ બની રહેશે.સવારના 9 થી રાત્રિના 10 કલાક સુધી લોકો ફલાવરશોની મુલાકાત લઈ શકશે. ફલાવરશોમાં 21 ગાર્ડનને લગતા સ્ટોલ ઉપરાંત 15 ફુડ કોર્ટ તથા 8 નર્સરી કોર્ટ ઉભી કરવામાં આવી છે.