શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલી મોટાભાગની સોસાયટીઓમાં આવેલા કોમન પ્લોટ ઉપર કયાંક પેવરબ્લોક નંખાયા હોવાથી અથવા કયાંક અન્ય કોઈ કારણથી બાળકોને મોકળાશથી વિવિધ રમત રમવા માટે પુરતી જગ્યા મળતી નથી.આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ૨૪૫ પ્લોટ કે જેનો હેતુ પ્લેગ્રાઉન્ડ માટેનો છે.આ તમામ પ્લોટને તબકકાવાર રમતગમતના મેદાન તરીકે ડેવલપ કરાશે.જેમાં પીવાના પાણીની સુવિધા સહિત અન્ય યુટીલીટીની પણ વ્યવસ્થા કરાશે