વિવાદિત હાટકેશ્વર ફ્લાયઓવરના ખખડી ગયેલા 8 સ્પાન-સ્લેબને તોડવા અને રિટ્રોફિટિંગ માટે કોર્પોરેશને ઓક્ટોબરમાં ટેન્ડર બહાર પાડ્યું હતું. તે વખતે કોઈ પણ કંપનીએ ટેન્ડર ન ભરતા ફરી એક વખત 24.87 કરોડનું ટેન્ડર જારી કરાયું છે. નવા ટેન્ડરમાં બ્રિજની કામગીરી પૂરી થયા બાદ 10 વર્ષની ડિફેક્ટ લાયેબિલિટી (વોરંટી) ની જોગવાઈ છે