વલસાડ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં વાપીથી ગંભીર હાલતમાં આસામના રહીશ સુજન ગૌરાંગા બર્મનને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. . બેભાન હાલતમાં હોવાથી સારવાર ચાલી રહી હતી.દરમિયાન ગુરૂવારે મોડી રાતે આ યુવાન હોશમાં આવી ગયો હતો.તેની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન અચાનક બેડ ઉપરથી ઉઠી સિવિલ હોસ્પિટલના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી પડતુ મૂ્ક્યું હતું.