31st ડિસેમ્બરને ધ્યાને રાખીને વલસાડ જિલ્લાના 70 કિલોમીટર લાંબા દરિયા કિનારે આવેલ લેન્ડિંગ પોઇન્ટ પૈકી ઉમરગામ તાલુકાના ઉમરગામ અને દમણના કુલ 14 લેન્ડિંગ પોઇન્ટ ઉપર વલસાડ જિલ્લા પોલીસ, દમણ પોલીસ અને ઘોલવડ પોલીસની ટીમનું સંયુક્ત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે સ્થાનિક માછીમારો અને અગ્રણીઓને દરિયામાં શંકાસ્પદ ગતિવિધિ જણાય આવે તો તાત્કાલિક નજીકના પોલીસ મથકે અથવાતો પોલીસ કન્ટ્રોલ રૂમ ઉપર માહિતી આપવા જણાવ્યું હતું.