રાજયપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે રાજય વિધાનસભાના બજેટ સત્રનો આગામી ૧લી ફેબ્રુઆરીથી આરંભ થશે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં ૨જી ફેબ્રુઆરીએ પૂર્ણકક્ષાનું અંદાજપત્ર રજૂ કરશે. એક મહિના સુધી ચાલનારા બજેટ સત્ર દરમિયાન વિધાનસભાની 26 બેઠકો યોજાશે. દરેક બેઠકમાં પ્રશ્નકાળ રહેશે.