અમદાવાદ શહેરના દરેક બિલ્ડરો પહેલી જાન્યુઆરીથી તેમની રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીના સોદાઓ રેરા કાર્પેટના નિયમ મુજબ જ કરશે. આ સાથે જ સમગ્ર ગુજરાતમાં તેમણે સુપર બિલ્ટઅપ એરિયાથી મિલકત વેચવાની પદ્ધતિને કાયમને માટે બાયબાય કરી દેવાનો નિર્ણય કર્યો છે.સ્ટેમ્પ ડયૂટી, જીએસટી, મેઈન્ટેનન્સ ડિપોઝિટ ઉપરાંત સેકન્ડ પાર્કિંગ કે બીજી વધારાની સુવિધા આપવામાં આવશે તો તેને માટે ચાર્જ અલગથી ચૂકવવા પડશે. જે મિલકતનો ભાવ ચો. ફૂટના રૂ.10000 હતો તે વધીને 19000 થવાની સંભાવના છે