રાજપીપળા પાસેના કરજણ ડેમની ઉપરવાસમાં આવેલા જુનારાજ ગામ તરફ જવાનો કાચો રસ્તો લોકો માટે ભારે કનડગતરૂપ અને મુશિબતરૂપ બન્યો છે. ત્યારે રાજ્ય સરકારે આ રસ્તાને લોકોની અવરજવર માટે પાકો રસ્તો બનાવવાનો નિર્ણય કરી રસ્તાના બાંધકામ માટે રૂપિયા 20 કરોડ રકમની મંજૂરી આપતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળવાની આશાઓ સેવાઈ રહી છે.