ખેડબ્રહ્મામાં આવેલી 14 મી સદીની બ્રહ્મવાવ ઐતીહાસીક અને પૌરાણીક ધરોહર ધરાવે છે. પુરાણોમાં એનો ઉલ્લેખ બ્રહ્મવાપી તીર્થ ગોત્રતીર્થ તરીકે થયેલો છે. વાવની અંદર હુમ્મડ જૈન તથા ખેડવાળ બ્રાહ્મણોના કુળદેવતાઓના 27 કલાત્મક ગોખ આવેલા છે.આ વાવનો ઉલ્લેખ બ્રાહ્મણોત્પતિ માર્કન્ડ નામના ગ્રંથમાં છે, આ ઉપરાંત મત્સ્યપુરાણ, માનસાર, રૂપમંડન, રૂપાવતાર, સમરાંગણ સૂત્રધાર જેવા અનેક ગ્રંથોમાં છે.બ્રહ્માજી મંદિરમાં સ્થાપિત ચતુરમુખી બહ્માજીની મૂર્તિ આ વાવમાંથી પ્રાપ્ત થયેલી છે.એટલે આ એક અતિ પવિત્ર સ્થળ છે.પહેલાના સમયમાં વાવ બંધાવવી એ એક પવિત્ર, ધાર્મિક તથા પ્રતિષ્ઠાપાત્ર કાર્ય ગણાતું હતુ.