નવરંગપુરામાં રહેતા ડોક્ટર દંપતીના બંગલામાં ઘૂસી લૂંટારું 82 વર્ષની મહિલાના ગળામાંથી રૂ.90 હજારની કિંમતનો સોનાનો દોરો લૂંટીને ભાગી ગયો હતો. તેમનો દોરો લૂંટ્યો તેના 2 કલાક પહેલાં પણ તે જ લુટારુ પરિવારના સભ્યો વિશે પૂછવા માટે ઘરે આવ્યો હતો અને જતો રહ્યો હતો. ત્યાર બાદ ફરી વખત આવીને દોરો લૂંટી ગયો હતો.