જમ્મુ-તાવી ટ્રેનમાં બોમ્બ છે' તેવો સઁદેશો મળતા રેલવે તંત્ર દોડતું થયું હતું. જોકે, જમ્મુ-તાવી ટ્રેન અમદાવાદથી ઉપડી ગઈ હતી. જે ટ્રેન મહેસાણા પહોંચી હતી. જેથી મહેસાણા રેલવે સ્ટેશન પર જમ્મુ તાવી ટ્રેન રોકાવી ટ્રેનને દોઢ કલાક સુધી ચેક કરવામાં આવી હતી. ટ્રેનમાં કોઈ વાંધા જનક વસ્તુ મળી આવી ન હતી. એક ડબ્બામાં એક બેગમાંથી લાવરિસ પાર્સલ મળી આવતા તેના આધારે ફોન કરનાર ઈસમને પોલીસે ઊંઝાથી ઝડપી લીધો હતો. જે બાદ ખુલાસો થયો હતો કે, જયપુરમાં આત્મહત્યા કરવાના ઈરાદે જઈ રહેલ ઈસમ ટ્રેન ચુકી જતાં ટ્રેન રોકવા માટે બોમ્બની અફવા ફેલાવી હતી.