અમદાવાદમાં પોલીસ કમિશનરએ ક્રાઈમ કોન્ફરન્સ યોજી જેમાં થાના ઇન્ચાર્જ પીઆઇ એક સૂચના કરી કે પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારો માટે પોલીસ સંવેદનશીલ રહે તેવું સૂચન શહેર પોલીસ કમિશ્નર તરીકે જી.એસ.મલિક દ્વારા કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી દ્વારા માગેલ ખંડણી બનાવને પોલીસ કમિશનર દુઃખદ ધટના ગણાવી હતી. તેમજ પોલીસ કમિશનરએ પોતાના વિસ્તારમાં ચાલતા દારૂ, જુગાર, નાર્કોટિક્સ વગેરે જેવી ગેરકાયદે પ્રવૃત્તિ પર અંકુશ લાવવા સૂચના આપી હતી.