ગણેશ વિસર્જનના દિવસે અનેક લોકો સાબરમતી નદીના કિનારે અથવા તો ગમે ત્યાં રોડ ઉપર ગણેશની મૂર્તિ મૂકી દેતા હોય છે. જેથી, લોકોની આસ્થા અને લાગણીને ઠેસ પહોંચે છે. જેને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા મોટા નાના-મોટા કુલ 46 જેટલા વિસર્જનકુંડ બનાવવાનો નિર્ણય લીધો છે. કુલ છ કરોડ રૂપિયાના ખર્ચે આ વિસર્જનકુંડ બનાવાશે.