જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના એક ગામની પરિણીતાને તેના પતિએ બિમારીના કારણે કામ થઈ શકતું ન હોવાથી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના એક ગામની યુવતીના લગ્ન આજથી સાત વર્ષ પહેલાં સુરેન્દ્રનગરના યુવક સાથે થયા હતા. દરમિયાન પરિણીતાને મગજમાં મસાની તકલીફ થઈ જતાં અમદાવાદ ઓપરેશન કરાવવું પડ્યું હતું અને હાલ તેની દવા ચાલી રહી છે. જેથી પોતે ઘરકામ કરી શકતા ન હોવાથી પતિએ શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી ઘરમાંથી હાંકી કાઢી હતી. તેણી માવતરે આવી ગયા પછી શેઠ વડાળા પોલીસ મથકમાં પતિ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.