અમદાવાદના એક યુવકે IRCTC અને રેલવે મંત્રીને ટ્વીટના માધ્યમથી ફરિયાદ કરીને જણાવ્યું હતું કે, હું તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી ભરૂચ જઈ રહ્યો હતો તે દરમિયાન મને જે નાસ્તો આપવામાં આવ્યો હતો તેમાં જીવજંતુ નીકળ્યું હતું. જો આ આરોગાઈ ગયું હોત તો તેના માટે કોણ જવાબદાર હોત? અડધો નાસ્તો તો મેં કરી લીધો હતો અને ત્યારબાદ મને કંઈ થયું હોત તો તેના માટે જવાબદારી કોની હોત?. આ મામલે શું પગલાં લેવામાં આવશે? યુવકના ટ્વીટ બાદ IRCTCએ જવાબ આપ્યો હતો કે આવા કડવા અનુભવનો અમારો ઇરાદો નહોતો.આવી ઘટના ફરીથી નહીં બને તેના માટે અમે યોગ્ય પગલાં લઈશું અને આ બાબતે આપનો પણ સંપર્ક કરવામાં આવશે