છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં ગાઢ ધુમ્મસ અને વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે વિઝિબિલિટી ખોરવાતા ટ્રેન, પ્લેન તથા વાહનવ્યવહાર અસરગ્રસ્ત બન્યા છે. તો બીજીતરફ ફલાઇટો લેટ થતા મુસાફરો હોબાળો મચાવી રહ્યા છે. આ દરમ્યાન વધુ એક વૃદ્ધ મુસાફરે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી કે, બે કલાકથી મુસાફરોને ઇન્ડિગોની ફલાઇટમાં બેસાડી રાખ્યા છે. જેની પાછળનું કારણ વિઝિબિલિટી જણાવ્યું છે. મુસાફરોને વિમાનમાં બેસાડતા અગાઉ હવામાનનો તાગ મેળવવો જોઈએ. વિમાનમાં વૃદ્ધ યાત્રીઓ પણ છે.