અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં રખડતા શ્વાનને ખોરાક આપવા બાબતે બે પડોશીઓ ઝઘડિયા હતા. આ સમગ્ર મામલો ત્યારબાદ હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં બંને પક્ષની સુનાવણી બાદ હાઈકોર્ટ દ્વારા કૂતરાને ખવડાવનાર રહીશ તેમજ કોર્પોરેશનનાં વોર્ડનાં કર્મચારીને પણ 3 દિવસમાં સોસાયટી સાફ કરવાની સજા ફરમાવી છે. તેમજ મનપાને પણ હાઈકોર્ટે તાત્કાલિક શ્વાનને પકડવા આદેશ કર્યો છે. સોસાયટીમાં રહેતા એક રહીશ દ્વારા સવાજ-સાજં કૂતરાને ભેગા કરી ખાવાનું આપે છે. ત્યારે રહીશની આ ટેવનાં કારણે બાળકો, વૃદ્ધો, મહિલાઓને પરેશાની થતી હોવા બાબતે રજૂઆત કરી હતી