અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિકના 'વેસ્ટમાંથી બેસ્ટ' બનાવવાના પ્રયાસો શરૂ કરાયા છે. પીવાના પાણીની પ્લાસ્ટિકની બોટલોને રીસાયકલ કરી તેમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. કાંકરિયા કાર્નિવલ દરમિયાન એકત્રિત કરાયેલી પ્લાસ્ટિકની બોટલોમાંથી સામાજિક પ્રસંગોએ પહેરવા માટેની રંગબેરંગી કોટી બનાવવા, થેલી, રાઈટિંગ પેડ, વગેરે ચીજવસ્તુઓ બનાવવામાં આવી છે