રાજ્યના નાગરિકોની સેવામાં ગાંધીનગર ખાતેથી GSRTC ની ૨૦૧ નવી બસોને ફ્લેગ ઓફ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.પરિવહન સેવાઓમાં વધારો કરવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪માં મળી કુલ ૨૮૧૨ જેટલી નવી બસો પૂરી પાડવાનું આયોજન છે. જે પૈકી આજે ૧૭૦ સુપર એક્સપ્રેસ અને ૨૧ સ્લીપરકોચ મળીને કુલ ૨૦૧ નવી બસોનું લોકર્પણ કરવામાં આવ્યું છે.