આજથી પ્રિ વાઇબ્રન્ટ સમિટ શરૂ થઈ છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ,આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, કેન્દ્રીય આયુષ સેક્રેટરી રાજેશ કોટેચા હાજર રહ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું છે કે, ગુજરાત દેશનું ફાર્મા હબ બન્યું છે. 8,800 વેલનેસ સેન્ટર સાથે ગુજરાત દેશમાં પ્રથમ છે. કેન્સર હોસ્પિટલમાં રોબટથી સારવાર માત્ર ગુજરાતમાં મળી રહી છે. આંખના 50% લેન્સ ગુજરાતમાં બની રહ્યા છે. તમામ હેલ્થ રેકોર્ડ ઓનલાઇન થઈ ચૂક્યા છે. મેડિકલ યુનિટ વધીને 6,000 થયા છે. જ્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ડાયગ્નોસ્ટિક પાર્ક અને બલ્ક ડ્રગ્સ પાર્ક ગુજરાતમાં શરૂ થશે. 2047 સુધી ભારત દુનિયામાં સૌથી વધુ ઇકોનોમીવાળો દેશ બનશે.