કાતિલ ઠંડા પવનની અસરથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. તો રાજસ્થાનમાં કકડતી ઠંડી પડી રહી છે. બનાસકાંઠા જિલ્લાના અડીને આવેલા માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ બે ડિગ્રી નોંધાયું છે. જેને લઇ મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયો છે. એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 7 ડિગ્રીના ઘટાડાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે.