શહેરમાં કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીને કોલેજમાં એડમિશન આપવાની ના પાડતાં તેણે શરીર પર પેટ્રોલ છાંટીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. આસપાસ ઉભેલા વિદ્યાર્થીઓએ તેને બચાવી લેતાં ગંભીર ઘટના અટકી હતી. આ વિદ્યાર્થીએ અગાઉ કોલેજમાં મારામારી કરી હોવાથી તેને એડમિશન આપવામાં નહીં આવ્યું હોવાનું કોલેજના સુત્રો જણાવી રહ્યાં છે.