મહેસાણા જિલ્લામાં કડી તાલુકાના ચંદ્રાસણ ગામથી જમીન મામલે હુમલાની ઘટના સામે આવી છે. કરસનજી મગનજી ઠાકોર પોતાના ઘરે જ હાજર હતા. આ દરમિયાન તેમની જમીનમાં કુલદીપ રાજેન્દ્ર ઠાકોર ટ્રેક્ટર લઈને આવ્યો છે અને જમીન ખેડી રહ્યો છે. સાથે તેમના જ એક બીજા દીકરા સહિતના છ ઇસમોએ ધોકા લાકડીઓ લઈને આવી પહોંચ્યા હતા અને ધાક ધમકીઓ પોતાના પિતાને જ ધક્કો મારી જમીનમાં ભાગ પાડી વહેંચણી કરી આપો નહીં તો આ ટ્રેક્ટર ચડાવી તમને જાનથી મારી નાખીશું જેવી ધમકીઓ આપીને ફરાર થઈ ગયા હતા. નોંધનિય છે કે, ઠાકોર કરશનજી વર્ષ 1980થી 1990 સુધી કડીના ધારાસભ્ય હતા અને 1985થી 90 સુધી કૃષિ મંત્રી તરીકે રહ્યા હતા.