નવસારીમાં આજથી 16 વર્ષ અગાઉ ટાટા હોલ નજીકની જગ્યાએ પાલિકાએ મ્યુઝિકલ ડાન્સિંગ ફુવારો ઊભો કર્યો હતો. શરૂઆતના દિવસોમાં શહેરીજનોએ તેનો આનંદ સારી રીતે માણ્યો હતો. જોકે થોડા વર્ષ બાદ અવારનવાર ખોટકાતો રહ્યો છે અને મરામત પણ થતું રહ્યું છે. જોકે છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી ફુવારો બંધ જ છે અને પાલિકા મરામત પણ કરાવતી નથી.