સરદારધામ દ્વારા આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના શુભારંભ પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી બન્યા હતા. સમાજમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરવા, યુવાનોને સર્વાંગી વિકાસના અવસર આપવા અને એકતાની શક્તિથી આર્થિક સમૃદ્ધિ પામવા માટેની આ પહેલ સરાહનીય ગણાવી હતી