ડિસેમ્બર 2015 માં નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (નૂડા) બન્યા બાદ પ્રથમ ત્રણ ટીપી સ્કીમ બનાવવાની ગતિવિધ શરૂ થઇ હતી. જેમાં સ્કીમ નં. 1 ઇટાળવા, સ્કીમ નં. 2 ઇટાળવા-તીઘરા અને સ્કીમ નં. 3 તીઘરાનો સમાવેશ થાય છે. આ સ્કીમ મંજૂરી માટે સરકારમાં મોકલવામાં આવી હતી, પરંતુ તે સરકારના જાહેરનામાથી પરત આવી છે. કેટલાક સુધારા જરૂરી બન્યા છે. જેને લઇને નૂડા ઓથોરિટીએ હવે આ ટીપી સ્કીમોની પુન: કામચલાઉ દરખાસ્ત કરવાની તજવીજ શરૂ કરી છે.