વલસાડ જિલ્લાના ઉમરગામના સરીગામ GIDCમાં આવેલી ઓઇલ કેમ કંપનીમાં શનિવારે રાત્રે અચાનક લાગી હતી. 12 જેટલી ફાયર ફાઈટરની ટીમોએ 3 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં 2 મહિલા સહિત 5 કામદારો દાજી ગયા હતા. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કંપનીના ફિલિગ મશીનમાં શોર્ટ સર્કિટને લઈને આગ લાગી હોવાની નોંધ થઇ છે.