વાયબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા એએમસી આઇકોનિક રોડનો પ્રથમ ફેઝ તૈયાર કર્યો છે. પીએમ મોદી અને દેશ વિદેશથી આવતા મહેમાનો માટે આઇકોનિક રોડ તૈયાર કરાયો છે. AMC દ્વારા એરપોર્ટ સર્કલથી ઈન્દીરા સર્કલથી બ્રીજ સુધી પી.પી.પી મોડલ આધારીત પ્રોજકટ હાથ ધરવામાં આવ્યો છે. સદર રોડ ગાંધીનગર અને અમદાવાદ સિટીને જોડતો મુખ્ય માર્ગ છે જેથી એરપોર્ટથી ગાંધીનગર તરફ વધુમાં વધુ વી.આઈ.પી અવરજવર ધરાવે છે તેથી તેને પ્રતિષ્ઠિત માર્ગ વિકાસ પ્રોજેકટ તરીકે લેવામાં આવેલ છે.