શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલી ચેપી રોગ હોસ્પિટલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા હિમોડાયાલિસિસ સેન્ટરનું મેયર પ્રતિભા જૈન સહિત ભાજપના હોદ્દેદારો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે સ્થાનિક જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નામ ન હોવાના કારણે તેઓએ ઉદ્ઘાટન તકતી ઉપર કાળો સ્પ્રે મારી વિરોધ દર્શાવ્યો હતો. ધારાસભ્યના વિરોધને જોતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માત્ર એક કલાકમાં જ તાત્કાલિક ધોરણે તકતીને બદલી નાખવામાં આવી હતી.