વર્ષ 2036ના ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે રાજ્ય સરકારે અલાયદી કંપનીની રચના કરી છે. આ કંપની દ્વારા 3.25 લાખ એકરમાં અંદાજે 6 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 6 સ્પોર્ટ્સ એન્કલેવનું નિર્માણ કરવામાં આવશે. ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન લિમિટેડ (ગોલિમ્પિક) દ્વારા મોટેરા સ્ટેડિયમની આસપાસ આ સ્પોર્ટસ એન્કલેવ બનશે. મંગળવારે તેની ડિઝાઇન જાહેર કરવામાં આવી છે