પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝન પર મુસાફરોની સુવિધામાં વધુ સુધારો કરવાના હેતુ સાબરમતી સ્ટેશન પર મોડિફિકેશનના કામ માટે એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનો વિલંબથી ચાલી રહી છે. આ ઉપરાંત કેટલીક ટ્રેનના રૂટ પણ બદલાયા છે. બ્લોકને કારણે મહેસાણાથી પસાર થતી ટ્રેનોને પણ અસર થઇ રહી છે. હાલ સાબરમતી સ્ટેશન પર બ્લોકને કારણે 40 ટ્રેનો પ્રભાવિત છે.