માંડવી તાલુકાના રૂપણ ગામ પાસે બાઈકચાલક સાથે અકસ્માત સર્જાયા બાદ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા મજૂરો ભરેલો પિકઅપ બોલેરો પલ્ટી મારી ગયો હતો. સર્જાયેલા અકસ્માતની ઘટનાને પગલે છ જેટલા મજૂરોને નાની મોટી ઈજાઓ થતા તેઓને તાત્કાલિક માંડવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. માંડવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.