સુરત જિલ્લાના માંડવી તાલુકાનું અરેઠ ગામ ગતરોજ સજ્જડ બંધ રહ્યું હતું. ગેરકાયદે રીતે થતા સ્ટોન ક્વોરીમાં બ્લાસ્ટિંગના વીરોધમાં ગામ સજ્જડ બંધ રાખ્યું હતું. બ્લાસ્ટિંગના કારણે મિલકતોમાં ભારે નુકશાન થઈ રહ્યું છે. જો બ્લાસ્ટિંગ બંધ નહિ થાય તો આગામી દિવસોમાં આવેદન પત્ર અને રસ્તા રોકો આંદોલનની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે.