નવસારી-વિજલપોર નગરપાલિકાએ શહેરની શાકભાજી માર્કેટમાંથી નીકળતા રોજનાકચરાના નિકાલ માટે આઠ મહિના આગાઉ જ 19 લાખ રૂપિયાના ખર્ચે 1 ટન શાકભાજીના કચરામાંથી 250 કિલો ખાતર બનાવવાનું મશીન મુક્યુ હતુ. આ સાથે જ ખાતરનો ઉપયોગ પ્રથમ પાલિકાના બગીચાઓમાં અને બચેલા ખાતરને વેચીને આવક મેળવવાનું આયોજન હતું. શરૂઆતમાં થોડા દિવસ ચાલ્યા બાદ લાખોના ખર્ચે મુકાયેલું મશીન બંધ પડ્યુ છે અને ફરી શાકભાજી માર્કેટનો કચરો પૂર્વવત જ ફેંકવામાં આવી રહ્યો છે.